અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દેરડી જાનબાઈ ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે પર સિમેન્ટ ભરેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. રાજુલાથી બોટાદ તરફ જઈ રહેલા આ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને ટ્રકમાંથી
આભાર – નિહારીકા રવિયા કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠીની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઉપરાંત, લાઠી પોલીસ, મામલતદાર અને ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખો ટ્રક અને તેમાં ભરેલો સિમેન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ટ્રક ડ્રાઈવર રતનસિંહના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.