લાઠીના દેરડી (જાનબાઈ) ગામે વાડીએ જવા નીકળેલી યુવતી લાપતા બનતા પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા. વિનુભાઈ મનજીભાઈ સોલંકીએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી નિધીષાબેન (ઉ.વ.૨૦) સવારે વાડીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ રસ્તામાંથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી.