લાઠીના ટોડા ગામે અવેડા પાસે પાણીની ટાંકી નીચે પત્તા ટીચતાં ૪ ઝડપાયા હતા. રજનીશભાઇ નરશીભાઇ ઝાપડીયા, હીતેષભાઇ ગોબરભાઇ ઝાપડીયા, રામજીભાઇ ટપુભાઇ વાઘેલા અને રાહુલભાઇ રમેશભાઇ સોલંકી નાઓ જાહેરમાં ગંજી-પત્તાના પાના તેમજ પૈસાથી ‘તીન પત્તી’ નામનો હાર-જીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન ગંજી-પત્તાના પાના તથા રોકડા રૂપિયા ૪૪૮૦ સાથે પકડાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.