લાઠીના જરખીયા ગામે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. સતત મોબાઇલ જોવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રએ ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ અંગે પરેશભાઇ લાલજીભાઇ ડાંગર (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર કિશનભાઇ પરેશભાઇ ડાંગર (ઉ.વ.૧૮) સતત મોબાઇલ ફોન જોયા કરતો હતો. જે બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા પોતાની મેળે ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ જતા મરણ પામ્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.