લાઠીના જરખીયા ગામની સીમમાં મનુભાઈ ગોબરભાઈ કાકડીયાની વાડીએ તેમના પરિવારના સુરાપુરા દાદાના મંદિરની દાનપેટીમાંથી અજાણ્યો ઇસમ રોકડા એક લાખ ચોરીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે વિપુલભાઈ પ્રવિણભાઈ કાકડીયા (ઉ.વ.૩૮)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેણે વાવવા રાખેલી વાડીએ આવેલા કાકડીયા પરિવારના સુરાપરા દાદાના મંદિરનો મેઇન દરવાજો તોડી ત્રાટકેલો અજાણ્યો ચોર ઇસમ દાનપેટીમાં રહેલા રોકડા રૂપિયા એક લાખ લઇને ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.જે.બરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.