લાઠીના જરખીયા ગામની સીમમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ હતી. મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના અને હાલ જરખીયા ગામની સીમમાં વાડીએ રહેતા સગીરાના માતાએ અજાણ્યા ઇસમ સામે તેની પુત્રીને વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.જે.બરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.