જરખીયા ગામના પાદરમાંથી પસાર થતી નદીમાં ભારે ગંદકી થઈ હોવાથી પાણી પણ પ્રદુષિત બન્યુ છે. નદીની સફાઈ કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવાછતાં ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નદીમાં ગંદકી હોવાથી પાણી પણ દુર્ગંધ મારી રહ્યુ છે. જેના કારણે નદીની બાજુમાંથી પસાર થવુ પણ મુશ્કેલ બન્યુ છે. પ્રદુષિત પાણીને લીધે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે જા નદીની સફાઈ કરવામાં ગ્રામ પંચાયત ઉણી ઉતરતી હોય તો ગામની સફાઈ થતી હશે કે કેમ? તેવો લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.