અમરેલી જિલ્લામાં બે લોકોએ ઝેરી ટિકડા પીધા હતા. લાઠીના છભાડીયા ગામે રહેતા નરેશભાઈ ડાયાભાઈ બગડા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર જયદીપભાઈ નરેશભાઈ બગડા (ઉ.વ.૧૯)એ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. જ્યારે બગસરાના જુની હળીયાદ ગામે રહેતા પાલાભાઈ દાનાભાઈ દાફડા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, ભાવેશભાઈ વાઘાભાઈ દાફડા (ઉ.વ.૨૭)એ પોતાની મેળે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.