લાઠી તાલુકાના છભાડીયા ગામે ગઈકાલે યુવકની હત્યા નિપજાવનાર દંપતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાઠી તાલુકાના છભાડીયા ગામે ગઈકાલે પ્રેમ સંબંધના મુદ્દે માથાકૂટ થતા દુર્ગાબેનને રવિ બાહોપિયા અને તેના ભાઈ મનીષ બાહોપીયા સાથે માથાકૂટ થઈ હતી જે બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર સ્તરે પહોંચતા રવિ અને મનીષે દુર્ગાબેનના માથામાં લાકડીનો ઘા માર્યો હતો. ત્યારબાદ દુર્ગાબેન અને તેના પતિ તુલસીભાઈએ મનીષને પકડી રાખતા તુલસીભાઈના સગીર વયના પુત્રએ છરીનો એક ઘા મનીષના પડખામાં મારી દેતા સારવાર દરમિયાન મનીષનું મોત નિપજ્યું હતું. જેમાં દામનગર પોલીસે હત્યાનો ગુનો નોંધતા પોલીસે દુર્ગાબેન અને તુલસીભાઈ માંડવીયાની અટકાયત કરી છે.







































