લાઠીના કેરાળા ગામે ગોધરાનો એક પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. આ દરમિયાન યુવકની પત્નીને વીંછી કરડતાં મોત થયું હતું. જેને લઈ પત્નીની યાદ સતાવતી હતી. જેના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી. મૂળ ગોધરાના સોથા ગામના અને હાલ કેરાળા ગામે વાડીએ રહેતા પીન્ટુભાઇ અન્દારભાઇ નાયકને પત્ની મૃત્યુ પામતા તેના વગર એકલા રહેવું ગમતું નહોતું. પીન્ટુભાઇને તેની પત્નીની બહુ યાદ આવતી હોવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડાયા હતા.