અમરેલી જિલ્લામાં હથિયાર અંગે જાહેરનામુ હોવા છતાં લાકડી વડે હુમલો થયાના બનાવો પોલીસ ચોપડે નોંધાય છે. જેમાં લાઠી તાલુકાના કેરાળા ગામે રહેતા એક યુવકને પાંચ લોકોએ એકસંપ કરી લાકડી વડે માર મારતા માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.
લાઠી તાલુકાના કેરાળા ગામે રહેતા આકાશ અમકુભાઈ પંચાળા ગામમાં શેમ્પુ લેવા જતો હતો ત્યારે આરોપી પ્રવિણ ગોબરભાઈ પંચાળાએ આકાશને કહેલ કે મારા દીકરાને જુગાર રમવા કેમ લઈ જા છો અને આકાશને બેફામ ગાળો આપતા આકાશે ગાળો
આપવાની ના પાડતા પ્રવિણ ઉશ્કેરાઈ ગયો હતો તેની સાથે પ્રદિપ પ્રવિણ પંચાળા, ભુપત ગોબર પંચાળા, ગોબર ટપુ પંચાળા અને રમેશ ગોબર પંચાળાએ એકસંપ કરી આકાશ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી આકાશને બચાવવા સંગીતાબેન નામની મહિલા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો.
જેથી આકાશે પાંચ લોકો સામે લાઠી
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષે ફરિયાદી પ્રવિણ ગોબર પંચાળાએ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભત્રીજા ગોપાલ આરોપી સાથે રમતો હોય જેથી આરોપીઓને ગોપાલ સાથે રમવાની ના પાડતા આકાશ અમકુભાઈ પંચાળા, સંજય અમકુભાઈ પંચાળા, અશોક અમકુભાઈ પંચાળા, અમકુ ભીખા પંચાળાને સારૂ નહી લાગતા તમામે એકસંપ કરી લાકડાના બટકાથી પ્રવિણભાઈ પર હુમલો કરી દીધો હતો. પિતાને બચાવવા દીકરો પ્રદિપ વચ્ચે પડતા તમામ આરોપીઓએ પ્રદિપને મોઢા પર લાકડાના ઘા તેમજ મુંઢમાર મારી અને જા ગોપાલને અમારી સાથે નહી રમવા દે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.