લાઠીના આસોદર ગામે રહેતી સગીરાને ભુરખીયા ગામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ ભુરખીયા ગામના રોહન ભુપતભાઈ વાગડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીર પુત્રીને આરોપી લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પી આઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.









































