લાઠીના અલીઉદેપુર ગામે રહેતા ભીમજીભાઈ ભગવાનભાઈ માલવીયા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યા ઈસમે તેમના ઘરમાં રૂમના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. તિજોરી ખોલી તેમાં રાખેલા રોકડા રૂ. ૨૨,૦૦૦, સોનાની વિંટી, ચાંદીનો કંદોરો મળી કુલ રૂ. ૩૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.