અમરેલી જિલ્લામાં તસ્કરોએ વધુ બે મંદિરોને નિશાન બનાવ્યા હતા. લાઠીના અડતાળા બોડીયા ગામે રહેતા અને સેવાપૂજા કરતા સુરજગીરીએ જાહેર કર્યા મુજબ, હનુમાનજી આશ્રમમાં અજાણ્યા ચોર ઇસમે ગર્ભગૃહના મેઇન દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. હનુમાનજીની મૂર્તિ પરનો મુગટ, ચાંદીનો હાર, ચાંદીના ૧૧ છતર મળી કુલ ૯૮,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં સાવરકુંડલાના ભમ્મર ગામે રહેતા અને વિસોત માતાજીના મંદિરે સેવાપૂજા કરતા બચુરામ મૈયારામ હરિયાણી (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, ચોર ઇસમો મંદિરના દરવાજા તથા ગર્ભદ્વારના તાળા તોડી પ્રવેશ્યા હતા અને માતાજીને ચડાવેલા ચાંદીના આશરે ૭૦ છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની કિંમત ૯૫૦૦૦ જાહેર થઈ હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશના પીએસઆઈ બી.પી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે. મંદિરોમાં ચોરી થતા ભક્તજનોમાં રોષની લાગણી વ્યાપી છે.










































