લાઠી શહેર અને તાલુકાના અકાળા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધનજી ભગતના ફાર્મ હાઉસ ખાતે ટિફિન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનના કાર્યકરો અને આગેવાનોએ સેવાકીય
પ્રવૃત્તિઓ, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જનસેવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં થયેલી ચર્ચા હકારાત્મક અને વિકાસલક્ષી રહી હતી. દરમિયાન સેવા, સંગઠન અને લોકોના હિતમાં ચાલી રહેલા કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યકરોએ એકજૂથ થઈ આગળ વધવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.