લાઠીના અકાળા ગામ ખાતે આજે સવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ, આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન અને અકાળીયા હનુમાનજી દાદા મંદિરના દાતાઓની નામાવલી તકતીનું અનાવરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાસંદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, કાનજીભાઈ ભાલાળા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સહિત અગ્રણી ઉદ્યોગપતિ ધનજીભાઈ રાખોલીયા (મીનાક્ષી ડાયમંડ) જગદીશભાઈ લુખી સહિતના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, તેમ મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે.