લાઠી તાલુકાનાં અકાળા ગામે તા.૬ને બુધવારનાં રોજ સવારે ૯ કલાકે નિલકંઠ પ્લે ગ્રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું લોકાર્પણ અને આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સમારોહનાં અધ્યક્ષ શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા રહેશે. આરોગ્ય મંદિરનાં ખાતમુર્હૂતમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, સવજીભાઈ ધોળકીયા, દેવચંદભાઈ વસોયા રહેશે. દાદાનાં મંદિરનાં દાતાઓની નામાવલીનું અનાવરણ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તથા દાદાનાં મંદિરનાં દાતાઓનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કાનજીભાઈ ભાલાળા, મનુભાઈ કાકડીયા અને ડો.ચંદ્રેશભાઈ ખૂંટ કરશે. શાળાનું લોકાર્પણ વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ઘનશ્યામભાઈ રાખોલીયા કરશે. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજીક આગેવાનોની સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.