અભિનેત્રી સામંથી રૂથ પ્રભુએ આખરે અક્કિનેની નાગા ચૈતન્યા સાથેના પોતાના છૂટાછેડા અને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર અંગે ખુલીને વાત કરી. થોડા સમય પહેલા જ ટોલીવુડની જોણીતી જોડી નાગા ચૈતન્યા અને સામંથાએ ડિવોર્સની જોહેરાત કરી તો ચાહકોને આઘાત લાગી ગયો હતો. તેમના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ હતી. જ્યારથી ‘માજિલી’ ની અભિનેત્રીએ નાગા ચૈતન્યથી અલગ થવાની જોહેરાત કરી છે ત્યારથી તે આ મુદ્દે ચૂપ છે. સામંથાએ કહ્યું કે તેને લાગતું હતું કે તે તૂટી જશે અને મરી જશે. પરંતુ જેમ કે તેણે મહેસૂસ કર્યું કે તે પોતાનું જીવન જીવવા જઈ રહી છે. તમામ મુદ્દાઓ સાથે, તે આટલી મજબૂત મહિલા હોવા બદલ તે પોતાને બિરદાવે છે. શકુંતલમની અભિનેત્રીએ કહ્યું કે હું ક્યારેય જોણતી નહતી કે હું આમાંથી બહાર નીકળી શકુ છું, મને પોતાની જોત પર ગર્વ છે કારણ કે મને ક્યારેય ખબર નહતી કે હું આટલી મજબૂત છું. સામંથાએ એવો પણ ઉલ્લેખ કર્યો કે ચૈતન્ય સાથેના તેના છૂટાછેડાએ તેના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરી, પરંતુ તેમાંથી બહાર આવવા માટે તેણે અનેક ઉપાયો અજમાવ્યા. સામંથા જલદી બે બહુભાષી પ્રોજેક્ટ્સ પર કામ કરશે જેમાંથી એકનું ટાઈટલ ‘યશોદા’ છે. આ સાથે જ સામંથાએ વચન આપ્યું છે કે તે ફક્ત પોતાની મહેનતથી પોતાના ટીકાકારોના મોઢા બંધ કરશે બીજુ કઈ નહીં. અત્રે જણાવવાનું કે સામંથાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહેલી વાતે ખુબ ચર્ચા જગાવી હતી. તે વખતે ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછાયો હતો કે તેના માટે ખાવાનું મહત્વનું છે કે સેક્સ? પહેલા તો સામંથાએ આ સવાલને ટાળવાનો પ્રયત્ન કર્યો અને જવાબ આપવાની ના પાડી પરંતુ પછી તેણે સેક્સને ખાવાના કરતા વધુ મહત્વ આપ્યું હતું.