અમરેલી જિલ્લામાં અધિક કલેકટર દ્વારા જાહેરનામું અમલમાં હોવા છતાં અમુક શખ્સો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે. જેમાં રાજુલાના ખાખબાઈ ગામેથી રેવાભાઈ ગોવિંદભાઈ ગમારા પાસેથી લાકડી, રાજુલામાં કાંતિ ભુપત સોલંકી પાસેથી લોખંડનો પાઈપ, સાવરકુંડલામાં ગફાર જમાલભાઈ બાવનકા પાસેથી છરી, રજાક ભીખાભાઈ સમા પાસેથી લોખંડનો પાઈપ અને સાગર મનુ પાથરનાં કબ્જામાંથી છરી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે તમામ શખ્સો સામે જાહેરનામાનાં ભંગ બદલ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.