મહારાષ્ટ્ર પોલીસની કડકાઈ છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અઝાન દરમિયાન બે ગણા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાના નિર્ણય પર અડગ છે. વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ બાળાસાહેબનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ સરકાર આવવા પર મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે. દરમિયાન સ્દ્ગજી વડાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને લાઉડસ્પીકર વિવાદ પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે.
રાજ ઠાકરેએ કહ્યું- ઘણી જગ્યાએ સ્દ્ગજી કાર્યકર્તાઓને નોટિસ આપવામાં આવી છે અને તેઓ પકડાયા છે. મને એ નથી સમજાતું કે જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તમે એવા લોકોને પકડી રહ્યા છો, જેઓ નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને જાણવા મળ્યું છે કે મુંબઈની ૯૦% મસ્જિદોમાં ઓછા અવાજ સાથે અઝાન કરવામાં આવી છે. અમે તેમન આભાર માનીએ છીએ, પરંતુ આજે પણ ઘણી મસ્જિદોમાં સવારે ૫ વાગ્યા પહેલાં જ મોટા અવાજે અઝાન કરવામાં આવે છે. અમે મુંબઈ પોલીસ કમિશનરને પૂછવા માગીએ છીએ કે શું આ કાર્યવાહી માત્ર અમારી વિરુદ્ધ જ કરવામાં આવી છે કે નિયમો તોડનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
મેં લીધેલી ભૂમિકા સરકાર અને મસ્જિદો સુધી પણ પહોંચી અને તેમણે એના પર કાર્યવાહી પણ કરી. અમારો મુદ્દો માત્ર મસ્જિદોનો નથી, પરંતુ જ્યાં પણ મોટા અવાજમાં લાઉડસ્પીકર લગાવવામાં આવે છે અને નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં કાર્યવાહી થવી જાઈએ.સરકાર કહી રહી છે કે અમે ઘણી મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી આપી છે. મારો સરકારને સવાલ છે કે તમે અનધિકૃત મસ્જિદોને લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી કેવી રીતે આપી શકો. મારે એટલું જ કહેવું છે કે એ માત્ર સવારની અઝાન વિશે નથી.ગઈકાલે મેં એક પત્રમાં લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમે ૪૫થી ૫૦ ડેસિબલ વચ્ચે લાઉડસ્પીકર ચલાવી શકો છો. મારો એક જ પ્રશ્ન છે કે અમને ગણપતિમાં માત્ર ૧૦ દિવસની જ પરવાનગી મળે છે અને તેઓ ૩૬૫ દિવસની પરવાનગી કેવી રીતે મેળવી શકે.
હું માત્ર એટલું જ કહેવા માગું છું કે તમને લાઉડસ્પીકરની શી જરૂર છે, જા તમારે પ્રાર્થના કરવી હોય તો મસ્જિદમાં જઈને કરો. આ એક દિવસનું આંદોલન નથી, જ્યાં સુધી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી એ હંમેશાં માટે ચાલશે. :જો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું હોય તો સમગ્ર આદેશનું પાલન કરવું પડશે.જા લાઉડસ્પીકર પર અઝાન ચાલુ રહેશે તો હનુમાન ચાલીસા પણ ચાલુ રહેશે. મારી બિલકુલ ઈચ્છા નથી કે રાજ્યમાં કોઈ રમખાણો થાય અને જ્યારે ઔરંગાબાદમાં પણ મારા ભાષણ દરમિયાન અઝાન સંભળાઈ ત્યારે મેં પોલીસને તેને રોકવા કહ્યું.
આપણા લોકોને કેમ પકડીને તાળાબંધી કરવામાં આવે છે? અમારા લોકો કેમ પકડાય છે, અમારી ધરપકડ કરીને તમને શું મળશે. મારે મારા તમામ હિંદુ ભાઈઓને કહેવું છે કે આ વિષય માત્ર એક દિવસનો નથી અને મારો પ્રશ્ન એ છે કે જે મસ્જિદોમાં સવારે ૫ વાગ્યા પહેલાં અઝાન થઈ છે એના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. અમે જાણવા માંગીએ છીએ.