પાનોલી જીઆઇડીસીમાંથી લાઈસન્સ વગર દવા બનાવીને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. કેમીકલ ફેક્ટરીમાં લાઈસન્સ વગર દવાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો. કેમીકલ ફેક્ટરીમાં બલ્ક ડ્રગ પ્રેગાબેલીન એપીઆઇનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પ્રેગાબેલીન એપીઆઇનું ઉત્પાદન કરી અમદાવાદમાં વેચાણ કરવામાં આવતું હતું. કોમ્પ્યુટરમાં જાતે જ ટેસ્ટ રિપોર્ટ કરતા હોવાના કૌભાંડનો પણ પર્દાફાશ કરાયો છે. મે. એક્ષીસ ફાર્માકેમના માલીક અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારોની આમાં સંડોવણી બહાર આવી છે. આઈકોનીક ફાર્માકેમ નામની કંપનીમાં આ દવા બનાવાતી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદને ત્યાં દરોડો પાડતાં અંદાજીત .૮૫ લાખની કિંમતનું ૪,૩૦૦ કિ.ગ્રા. પ્રેગાબેલીનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે મે. એક્ષીસ ફાર્માકેમ કે જેના માલીક પ્રવીણભાઇ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશભાઇ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમ, પાનોલી દ્રારા તેઓની કેમીકલ ફેકરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રેગાબેલીન દવા બનાવતાં પકડી પાડેલ છે. આ જગ્યાથી . ૨૧.૫૦ લાખની કિંમતનો ૧૦૦૦ કિ.ગ્રા. પ્રેગાબેલીન દવાનો જથ્થો નમુના લઈ કાયદેસરની કાર્યવાહી હેઠળ જ કરાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, મે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચ માંથી ૧ કિ.ગ્રા.ના રૂ. ૨૦૦નું કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધીરીતે પણ સંડોવણી હોવાની જાણ થઈ છે. આ બનાવટનું ટેસ્ટીંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચ દ્વારા પીટીએલનાં કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરનાં કોઇપણ જાતનાં document રાખ્યાં વગર તેઓને વ્હોટ્‌સપ દ્વારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે.

તેમણે ઉમેયુ હતું કે, મે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોકયુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભચમાંથી પ્રેગાબેલીન આઇપી મેળવી ૧ કિ.ગ્રા.ના ૨૦૦નું કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધીરીતે પણ સંડોવણી હોવાની જાણ થઈ છે. આ બનાવટનું ટેસ્ટીંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભચ દ્રારા પીટીએલનાં કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરનાં કોઇપણ જાતનાં ડોકયુમેન્ટ રાખ્યાં વગર તેઓને વ્હોટસપ દ્રારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે.