મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આરસીબી અને મુંબઈ વચ્ચે આઇપીએલ મેચ રમાઈ હતી. આરસીબી જીતી ગયું.આરસીબીના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા મેચ જોવા માટે પહોંચી હતી. કરીના કપૂર ખાન અને વરુણ ધવન સહિત અનેક સેલિબ્રિટીઝ પણ જાવા મળ્યા હતા.
અભિનેત્રી કરીના કપૂર તેના પરિવાર સાથે મેચમાં હાજરી આપી હતી. કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને તેના મોટા પુત્ર તૈમૂર સાથે જાવા મળી હતી. મેચ દરમિયાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ જાવા મળ્યો હતો.
અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા સમય પછી મેચ જાવા ગઈ હતી. તે સ્ટેડિયમમાં જાવા મળી હતી. મુંબઈ ઈન્ડીયન્સ અને આરસીબી વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. અનુષ્કાનો ચહેરો સ્મિતથી ચમકી ગયો હતો, અને તે ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
અભિનેતા વરુણ ધવન પણ મેચમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી પૂજા હેગડે પણ તેમની સાથે જાવા મળી હતી. મેચ પછી બહાર નીકળતી વખતે, વરુણે પૂજાની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. ચાહકોની ભીડ વચ્ચે, તેમણે પહેલા ખાતરી કરી કે પૂજા આરામથી કારમાં બેસે. વરુણ ધવન અને પૂજા હેગડે ફિલ્મ “હૈ જવાની તો ઇશ્ક હોના હૈ” માં જાવા મળશે, જેમાં મૃણાલ ઠાકુર પણ છે. આ ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.












































