રાજયમાં સુરત અને અમદાવાદ સાથે અમરેલી જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. અમરેલીમાં લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે. જેમાં અમરેલીના રાજુલામાં સવારથી જ વાતાવરણમાં ગરમીનો વધારો જોવા મળેલો હતો અને વાદળછાયું વાતાવરણ પણ હતું તેવામાં અચાનક સાંજના આઠ કલાકે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી હતી અને ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને રોડમાં પાણી વહેતા થઈ ગયા હતા.