(એ.આર.એલ),શ્રીનગર,૨૯
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં મંગળવારે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે. સોમવારથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનમાં સેનાએ હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓને ઠાર કરીને પોતાનો બદલો પૂરો કર્યો છે. આ પહેલા અખનૂર સેક્ટરના એક ગામમાં મંગળવારે સવારે ફરી એન્કાઉન્ટર શરૂ થયું હતું.
સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા બે આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સોમવારે સવારે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક સેનાના કાફલામાં સામેલ એમ્બ્યુલન્સ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે તેમને શંકા છે કે આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જાડાયેલા છે.
અહેવાલો અનુસાર આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ હતા. આ પછી વિશેષ દળો અને દ્ગજીય્ કમાન્ડોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોમવારે સાંજે આ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો હતો. તેમની યોજના નિષ્ફળ થયા બાદ આતંકવાદીઓ ખૌરના જાગવાન ગામમાં આસન મંદિર પાસે છુપાઈ ગયા હતા. આ ત્રણેય આતંકવાદીઓ ગઈકાલે રાત્રે સરહદ પારથી ભારતમાં ઘૂસ્યા હતા. તેઓએ સવારે સાડા છ વાગ્યે એમ્બ્યુલન્સને નિશાન બનાવીને સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો.આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં ત્રણ આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, “આખી રાતના ૨૪ કલાકના ઓપરેશન બાદ આજે સવારે ભીષણ ગોળીબાર થયો હતો. અમારા દળોએ એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે. એક અવિરત ઓપરેશન અને બહાદુરી બતાવીને સેનાએ ત્રણેય આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. આ ઓપરેશનમાં યુદ્ધના ધોરણે  સાથે હાથ ધરવામાં આવી હતી.” રૂ. ૫૦૦ ની કેશ પણ મળી આવી છે જે આ વિસ્તારમાં સુરક્ષા જાળવવામાં મોટી સફળતા છે.સોમવારના હુમલા બાદ મંગળવારે સવારે બે વિસ્ફોટો અને ભારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ઓપરેશન દરમિયાન ગોળી વાગતાં ચાર વર્ષનો બહાદુર આર્મી ડોગ ફેન્ટમ શહીદ થયો હતો. જ્યારે સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી, ત્યારે હુમલાખોરો નજીકના જંગલ વિસ્તાર તરફ ભાગી ગયા અને બાદમાં એક ભોંયરામાં છુપાઈ ગયા. બાદમાં એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો.