ગુજરાતમાં લવ જેહાદનો ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જેમાં મોહમદ જહેબાઝખાન નામનો આરોપી યુવતીઓને આર્મીમેનની ઓળખ આપી ફસાવતા હતો,ત્યારે અત્યાર સુધી તેણે ૩૧ યુવતીઓને પોતાની જાળમાં ફસાઈ છે,અમદાવાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથધરી છે,આરોપીએ કબૂલ્યું કે તેણે ૩૧ યુવતીઓને ફસાઈ છે.
ગુજરાતમાં લવ જેહાદને લઈ ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આરોપીઆર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો.આરોપી યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને તેની સાથે બ્લેક મેઈલ પણ કરતો હોવાની વાત સામે આવી છે,ગુજરાત જ નહી પરંતું ભારતની અલગ-અલગ છોકરીઓને તેણે મામુ બનાવી છે અને લવ જેહાદ કર્યુ હોવાની વાત સામે આવી છે.આરોપી મોહમદ જહેબાઝખાન વિરુદ્ધ અગાઉ પણ પાંચથી વધારે ગુનાઓ નોંધાયા છે.આરોપીએ અત્યાર સુધી ૩૧ યુવતીઓને ટાર્ગેટ કરી છે,પરંતુ જયારે એક આર્મી ઓફિસરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો હતો,આર્મી મેનની દિકરીએ તપાસ કરાવતા સામે આવ્યું કે આરોપી કોઈ આર્મી મેન નથી અને તેણે સમગ્ર ઘટના પોલીસને જણાવી,પોલીસે આ કેસને ધ્યાને લઈ તપાસ કરી તો સામે આવ્યું કે આરોપીએ તો એક નહી પણ ૩૧ યુવતીઓને ભોગ બનાવી છે.હર્ષિત ચૌધરી નામથી મુસ્લીમ યુવક યુવતીઓને ટાર્ગેટ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી મોહમદ જહેબાઝખાન અમદાવાદના જમાલપુરનો રહેવાસી છે અને સોશિયલ મિડીયા મારફતે નકલી અને ખોટા એકાઉન્ટ બનાવીને તે યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.અમદાવાદ અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે,તો અગામી સમયમાં આરોપીને લઈ કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે અને વધુ કડક કાર્યવાહી હાથધરવામાં આવશે.
કાયદાની જાગવાઇનો ભંગ કરનારને ઓછામાં ઓછા ૩ વર્ષ અને મહત્તમ ૫ વર્ષ સુધીની કેદ તથા ઓછામાં ઓછા ૨ લાખનો દંડ થશે. જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યકતી સાથે સંબંધના કેસમાં ૪થી ૭ વર્ષ સુધીની કેદ અને ૩ લાખ રૂપિયાનો દંડ થશે.લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યકતીઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જાગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.