ભારત અને ચીને આ વર્ષે એક મહત્વની ઉપબÂલ્ધ હાંસલ કરી છે. દ્વિપક્ષીય વ્યાપાર ૧૦૦ અબજ ડોલરનો ઐતિહાસિક આંકડાને પાર કરી લીધો છે. જાકે આ અંગે બન્ને દેશની રાજધાનીમાં કોઈ ખાસ ઉલ્લેખ થયો નથી, કારણ કે બેઈજીંગ દ્વારા સમજૂતીનું ઉલ્લંઘન કરવાને પગલે પૂર્વી લદ્દાખમાં સૈન્ય તંગદિલીને લીધે એશિયાના બન્ને મોટા દેશના સંબંધ વિશેષ કરીને ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે.ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ૧.૮૩ અબજ ડોલરથી થઈ હતી. અલબત આ વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી લીધો છે, જે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ માનવામાં આવે છે. ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમએ ગયા મહિને જાહેર કરેલી માહિતી પ્રમાણે ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૧ દરમિયાન કુલ ૧૧૪.૨૬૩ અબજ ડોલર રહ્યો છે, જે વાર્ષિક ધોરણે ૪૬.૪ ટકા વૃદ્ધિ દર્શાવે છે.જાકે, જ્યા દ્વિપક્ષીય વ્યાપાર ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર થઈ ચુક્યો છે ત્યારે વ્યાપાર ખાધ પણ ૧૧ મહિનામાં ૬૧.૫૪૭ અબજ ડોલર પર રહી છે. તે આ વર્ષના આધારે ૫૩.૪૯ ટકા વધી છે. આ બાબત ભારત માટે લાંબા સમયથી ચિંતાનું કારણ રહી છે. ચીનની ભારતમાંથી આયાત વાર્ષિક ધોરણે ૩૮.૫ ટકા વધવા સાથે ૨૬.૩૫૮ અબજ ડોલર સુધી પહોંચી છે અને ચીનથી ભારતની આયાતની આયાત ૪૯ ટકા વધી ૮૭.૯૦૫ અબજ ડોલર રહી છે.