આફ્રિકન દેશ ઈથોપિયામાં એક મોટી દુર્ઘટના થઈ. અકસ્માતમાં એક ટ્રક પુલ પરથી નીચે નદીમાં પડી હતી. જેમાં ૭૧ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ૬૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રકમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ટ્રક જૂની અને જર્જરિત હાલતમાં હતી. પુલ ક્રોસ કરતી વખતે ટ્રકે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને નીચે નદીમાં પડી હતી. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે. લોકોએ એમ પણ કહ્યું કે બ્રિજ અને આસપાસના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. આ જગ્યાનું સમારકામ કરવા માટે તેમણે અગાઉ પણ પ્રશાસનને અપીલ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પણ મોડી શરૂ કરવામાં આવી હતી. જેણે મામલો વધુ ગંભીર બનાવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક મદદ ન મળી, જેના કારણે મૃત્યુઆંક વધુ વધ્યો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને સારી સારવાર માટે મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. લગ્ન સમારોહની ઉજવણી ઝડપથી શોકમાં ફેરવાઈ ગઈ. આ અકસ્માતે ઈથોપિયામાં રોડ સેફ્ટી, ઈમરજન્સી સર્વિસ અને કન્સ્ટ્રકશનની ખામીઓને ઉજાગર કરી છે. આ ઘટના માત્ર મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઊંડી દુર્ઘટના બની ગઈ છે.
ઇથોપિયાની સરકારે આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ અહેવાલ આપ્યો હતો કે છેલ્લા છ મહિનામાં ઇથોપિયામાં ટ્રાફિક અકસ્માતમાં ઓછામાં ઓછા ૧,૩૫૮ લોકોના મોત થયા છે. ઇથોપિયા સરકારના સંચાર સેવાઓના રાજ્ય મંત્રી સેલામાવિત કાસાએ પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્વ આફ્રિકન દેશ ઇથોપિયામાં જીવલેણ માર્ગ અકસ્માતો ગંભીર ચિંતાનું કારણ બની ગયા છે. ઝ્રછજીછએ જણાવ્યું હતું કે મૃતકો ઉપરાંત, ૨,૬૭૨ લોકો ૨૦૨૩-૨૦૨૪ ઇથોપિયન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે ૮ જુલાઈ, ૨૦૨૩ થી શરૂ થયા હતા. આનાથી ૧.૯ બિલિયનથી વધુ ઇથોપિયન બિર (લગભગ ૩૩ મિલિયન ડોલર)ના દેશને નુકસાન થયું.સીએએસએ અનુસાર, દેશમાં ૬૦ ટકાથી વધુ માર્ગ અકસ્માતો માટે ડ્રાઇવરો જવાબદાર છે.