કેન્દ્ર સરકાર દ્વારા લગ્ન માટે મહિલાઓની વય ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. જાકે તેનો વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.હવે કોંગ્રેસે પણ તેનો વિરોધ કરવાનુ નક્કી કર્યુ છે.એવુ મનાય છે કે, બહુ જલ્દી આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.
દરમિયાન કોંગ્રેસે તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હોવાથી વિપક્ષી પાર્ટીઓને તેનો વિરોધ કરવામાં મદદ મળશે.વિપક્ષોની માંગ છે કે, આ બિલને સમીક્ષા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે.
એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રના અંતિમ દિવસોમાં મોદી સરકાર આ બિલ લાવી રહી છે અને તેની પાછળ રાજકીય કારણ હોવાનુ લાગી રહ્યુ છે.સરકારના આ પ્રસ્તાવનો વિપક્ષો દ્વારા પહેલેથી જ વિરોધ થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ખરેખર તો ગ્રામ્ય વિસ્તારમાં યુવા મહિલાઓના શિક્ષણ અને તેમના આર્થિક ઉધ્ધાર માટે પગલા ભરવાની જરુર છે.સરકારે આ પ્રસ્તાવ લાવતા પહેલા તમામ પક્ષકારો સાથે યોગ્ય ચર્ચા કરી નથી.