સારા અલી ખાન સ્ટારકિડ છે, તેમ છતાં નેપોઝિટમની ડિબેટને પોતાનાથી દૂર રાખવામાં સફળ રહી છે. તે રણવીર સિંહ, સુશાંત સિંહ રાજપૂત, અક્ષય કુમાર અને કાર્તિક આર્યન જેવા એક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. દરેક ફિલ્મમાં તે અલગ-અલગ પાત્રમાં જોવા મળી છે. સારાની અપકમિંગ ફિલ્મ અતરંગી રે થોડા અઠવાડિયામાં રિલીઝ થવાની છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે એક્ટ્રેસે એક્ઝક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાના જીવન અને પર્સનાલિટી સિવાય કેવો જીવનસાથી જોઈએ છે તેના વિશે વાત કરી હતી. અતરંગી રેમાં સારા અલી ખાન ‘રિંકૂ’ના પાત્રમાં જોવા મળવાની છે. આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘આ પાત્ર જે ભાષા બોલે છે, જે મને નહોતી આવડતી. પહેલીવાર ફિલ્મમાં મેં એકલીએ ડાન્સ કર્યો છે. હું
પહેલીવાર નોર્થ અને સાઉથના થલાઈવી સાથે કામ કરી રહી છું. મારા માટે આનંદ એલ રાય સાથે કામ કરવાનો અનુભવ નવો રહ્યો. આ પાત્ર પોતાની રીતે એકદમ અલગ છે. રિંકૂ બેબાક હોવાની સાથે સોફ્ટ અને અંદરથી માસૂમ છે. ફિલ્મમાં સારા અલી ખાનનો પાત્ર તેવો દાવો કરે છે કે, તે જેને પ્રેમ કરે છે તે તેની સાથે ઘણીવાર ભાગી ચૂકી છે. શું એક્ટ્રેસ પણ પોતાને બળવાખોર સમજે છે? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘મારા મમ્મીની મદદ લીધા વગર હું ઈન્ટરવ્યૂમાં મારા કપડા સાથે બંગડીનું મેચિંગ કર્યા વગર પણ આવી શકતી નથી. હું મારા મમ્મીના કહ્યા વગર ઘર બહાર નીકળતી નથી. મારી હેસિયત જ નથી, મમ્મીથી દૂર ભાગવાની. ક્યાંય પણ ભાગી જોઉ, ઘર તો પાછું જવું જ પડશે’. શું ક્યારેય બંધન તોડીને જોતે જ કંઈક કરવાની ઈચ્છા અનુભવી છે? તેવા સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘ક્યારેય નહીં. હું લગ્ન પણ તેવા જ વ્યક્તિ સાથે કરીશ જે મારી સાથે અને મારા મમ્મી સાથે રહે. હું તેને છોડીને જવાની નથી. મજોકને બાજુમાં રાખીએ તો, મારા મમ્મી ખુલ્લા દિલના વ્યક્તિ છે. મારા માટે તેઓ સર્વસ્વ છે.