કરણ જૉહરના ૫૦મા બર્થ ડે પર બુધવારે થયેલી પાર્ટી કોઈ એવોર્ડ શોથી કમ નહોતી. સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાનથી અનુષ્કા શર્મા, રણબીર કપૂર, કેટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન, હ્રિતિક રોશન સહિતના સેલેબ્સ પાર્ટીમાં બેસ્ટ દેખાવા માટે ડિઝાઈનર કપડાં પહેરીને આવ્યા હતા. કેટલાક સ્ટારકિડ્‌સ અને ટીવી ઈન્ડસ્ટ્રીના એક્ટર્સને પણ કરણ જૉહરે આમંત્રણ આપ્યું હતું. ફિલ્મમેકરની બર્થ ડે પાર્ટીમાં બોલિવુડના સેલિબ્રિટીનો મેળાવડો તો જૉમ્યો જ હતો, સાથે કેટલાક એક્સ-કપલ પણ એક છત નીચે સામસામે અથડાયા હતા. જેમાંથી એક કેટરીના કૈફ અને રણબીર કપૂર પણ છે. વ્હાઈટ કલરના આઉટફિટમાં કેટરીનાએ પતિ વિકી કૌશલ સાથે એન્ટ્રી મારી હતી. બંને ચિક અને ક્લાસી આઉટફિટમાં સ્ટાઈલિશ લાગતા હતા. બીજી તરફ, રણબીર તેના મમ્મી નીતૂ કપૂર સાથે આવ્યો હતો, કારણ તેની પત્ની આલિયા ભટ્ટ હાલ અમેરિકામાં હોલિવુડ ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, રણબીર અને કેટરીના પાર્ટીમાં તેમના ક્લોઝ ફ્રેન્ડ્‌સ સાથે વ્યસ્ત હતા. રિપોર્ટ પ્રમાણે, રણબીર તેના મમ્મી નીતૂ અને ફ્રેન્ડ અયાન મુખર્જી સાથે વ્યસ્ત હતો. તેણે અંગત લોકો સાથે પાર્ટી એન્જાય કરી હતી અને કેટરીનાને મળવા નહોતો હતો. તો કેટરીના અને સલમાન ખાન, જે પાર્ટીમાં થોડો મોડો આવ્યો હતો તેમણે માત્ર એકબીજૉ સામે જૉઈને સ્માઈલ એક્સચેન્જ કરી હતી. કેટરીના અને સલમાન ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં જૉવા મળવાના છે. રિપોર્ટ પ્રમાણે, બંને એકબીજૉ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે અને પાર્ટીમાં તેમની વચ્ચે સહેજપણ અનફમ્ફર્ટેબલ અને સંકોચભરી સ્થિતિ નહોતી. કેટરીના પણ તેના પતિ અને ઈન્ડસ્ટ્રીના અન્ય મિત્રો સાથે પાર્ટીમાં વ્યસ્ત હતી. કરણ જૉહરની પાર્ટીમાં કેટરીના અને રણબીર સિવાય જે એક્સ-કપલ સામસામે આવ્યા હતા તેમાં શાહિદ કપૂર-કરીના કપૂર, સલમાન ખાન-ઐશ્વર્યા રાય, અનન્યા પાંડે-ઈશાન ખટ્ટર, હ્રિતિક રોશન-સુઝૈન ખાનનો સમાવેશ થાય છે. રણબીર અને કેટરીનાની વાત કરીએ તો, આશરે પાંચ વર્ષ સુધી તેઓ રિલેશનશિપમાં હતી. બ્રેકઅપ બાદ રણબીરે આલિયા ભટ્ટને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જેની સાથે પાંચ વર્ષના સંંબંધો બાદ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લગ્ન કર્યા હતા. તો બીજી તરફ કેટરીના કૈફે દોઢ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ વિકી કૌશલ સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. હાલ તે અપકમિંગ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.