ટેલિવિઝન એક્ટ્રેસ દિશા પરમારનો ૧૧ નવેમ્બરે બર્થ ડે હતો. લગ્ન બાદનો પહેલો બર્થ ડે હોવાથી માત્ર દિશા પરમાર જ નહીં પરંતુ તેનો પતિ (સિંગર) રાહુલ વૈદ્ય પર ઉત્સાહિત છે. બર્થ ડેને વધારે ખાસ બનાવવા માટે દિશા પરમાર અને રાહુલ વૈદ્ય એક દિવસ પહેલા જ ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પહોંચી ગયા હતા. દિશા પરમાર અને રાહુલ વૈદ્ય હાલ શ્રીનગરમાં છે, જ્યાં બુધવારે અડધી રાતે દિશા પરમારે હોટેલ રૂમમાં કેક કટ કરી હતી. જેની ઝલક રાહુલ વૈદ્યએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દેખાડી છે. જેમાં જોઈ શકાય છે કે, એક્ટ્રેસ યલ્લો કલરનો પાયજોમો અને બ્લેક કલરનું ટી-શર્ટ પહેરીને બેઠી છે, તે કેક કટ કરી રહી છે તો રાહુલ તેના માટે બર્થ ડે સોન્ગ ગાઈ રહ્યો છે. દિશા કેક કટ કરીને રાહુલને ખવડાવે છે અને બાદમાં રાહુલ દિશાના મોંમાં કેકનો ટુકડો મૂકીને તેને બર્થ ડે વિશ કરે છે. દિશા પરમારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગુલમર્ગની મુલાકાતની તસવીરો શર કરી છે. જેમાંથી એક તસવીરમાં તેના હાથમાં બરફ જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં તે બર્ફીલા પહાડોનો મન ભરીને માણતી જોઈ શકાય છે. દિશા પરમારે આ સિવાય બરફની વચ્ચે બેસીને પોઝ આપી રહી હોય તેવી પણ તસવીરો શેર કરી છે. જેમાં તેને ડેનિમ અને બ્લેક કલરના જેકેટમાં જોઈ શકાય છે.
આ સાથે તેણે લખ્યું છે ‘વધુ સમજદાર બની’ અને હાર્ટ ઈમોજી પર મૂક્યું છે. બુધવારે કાશ્મીર જતી વખતે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ ગ્રીન અને બ્લૂ કલરમાં ટિવનિંગ કર્યું હતું. દિશાએ ઓલિવ-ગ્રીન હૂડી અને ડેનિમ તો રાહુલે બ્રાઈટ ગ્રીન હૂડીની સાથે ડેનિમ પહેર્યું હતું. દિશા પરમારનો ગયા વર્ષનો બર્થ ડે પર ખાસ રહ્યો હતો. તે સમયે રાહુલ વૈદ્ય બિગ બોસ ૧૪માં હતો અને તેણે નેશનલ ટેલિવિઝન પર દિશા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હતો. દિશા અને રાહુલ વર્ષોથી મિત્રો હતા પરંતુ પ્રેમનો અહેસાસ થોડા દિવસ અલગ રહ્યા બાદ થયો હતો. રાહુલના પ્રપોઝલનો જવાબ દિશાએ હામાં આપ્યો હતો. દિશા અને રાહુલના લગ્ન આ વર્ષના જુલાઈમાં થયા હતા. બંને રાહુલનો બર્થ ડે મનાવવા માલદીવ્સ પણ ગયા હતા.