(એ.આર.એલ),દાહોદ,તા.૧૯
દાહોદ જિલ્લાના કતવારા તાલુકામાં યુવકે એક સગીરાને લગ્ન પ્રસંગ દરમિયાન ખેંચી લઇ જઇ નજીકના ખેતરમાં દુષ્કર્મ આચરતા બનાવના ત્રણ મહિને સગીરાને ગર્ભ રહી ગયો છે.જે બાબતે યુવક વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.આજથી લગભગ ત્રણ માસ પહેલા દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે કસના ફળિયામાં રહેતો ગોલુભાઇ સમુભાઇ ડીંડોરે દાહોદ તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ૧૫ વર્ષની સગીરાને રાતના સમયે અંધારાનો લાભ લઇ સગીરાનું મોંઢું દબાવી ખેંચી જઇ નજીકના ખેતરમાં લઇ ગયો હતો.યુવકે સગીરાના મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ.આ બનાવને ત્રણ માસ વિતી જતાં સગીરાને પટેમાં દુઃખાવો ઉપડતાં પરિવાર તેને દવાખાને તપાસ માટે લઇ ગયા હતા. તબીબ દ્વારા સગીરાને પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવ્યુ હતુ.આ ઘટના બાદ પરિવારે સગીરાને વિશ્વાસમાં લઇ શાંતિથી પૂછપરછ દુષ્કર્મની હકીકત સગીરાએ પરિવારને જણાવી હતી.આ સંબંધે યુવક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.