રાજ્યમાં અકસ્માતની કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે અરવલ્લી અને બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સામે આવી જેમાં અરવલ્લીમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા જ્યારે બનાસકાંઠામાં અનાજ ભરેલી ટ્રક કાર પર પલટી જતા યુવકનો આબદા બચાવ થયો હતો…
અરવલ્લીમાં માલપુરના સોનિકપુર ગામ પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જતા બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, આમ અકસ્માતમાં મુત્યું આંક ત્રણ પર પહોંચી ગયો છે.. પરિવાર જ્યારે લગ્ન પ્રસંગેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એકાએક ડમ્પર ચાલકે રીક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિજ્યા હતા ત્યારે ૪ ઈજોગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, અકસ્માત મામલે પોલીસને જોણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
આ તરફ બનાસકાંઠાના પાલનપુર-આબુરોડ પર અનાજ ભરેલી ટ્રક કાર પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.. કારમાં સવાર યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો…યુવક કારમાં ફસાઈ જતા પોલીસે યુવકને કારના પતરા કાપીને બહાર કઢ્યો હતો..અકસ્માતમાં યુવકને સામાન્ય ઈજોઓ થતા તેને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.. જો કે આ અકસ્માત કોની બેદરકારીથી સર્જાયો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જોમ સર્જાતા પોલીસે ટ્રાફિકને દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…