રેણુકાસ્વામી હત્યા કેસની તપાસ હવે અંતિમ તબક્કામાં છે અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. ૩,૯૯૧ પાનાની આ ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા છે. તાજેતરમાં આ કેસ સંદર્ભે દર્શન અને પવિત્રા ગૌડાના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. પવિત્રાના ફોનમાં દર્શન સાથેના તેના કેટલાક અંગત ફોટા મળી આવ્યા છે, જેને તેમના સંબંધોના પુરાવા તરીકે જાવામાં આવી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે શું જાહેર થયું?
પ્રથમ તસ્વીરમાં દર્શન અને પવિત્રા પારંપરિક વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. જ્યારે પવિત્રા પીળા રંગની સિલ્કની સાડીમાં જાવા મળે છે જેની સાથે તેણે વાદળી રંગનું બ્લાઉઝ પહેર્યું છે, તો દર્શન પીળા કુર્તા અને સફેદ પેન્ટમાં જાડિયા દેખાય છે. બંને ગળામાં ફૂલોની માળા પહેરીને પણ જાવા મળે છે, જે તેમના સંબંધોનો સ્પષ્ટ સંકેત છે. બીજા ફોટામાં દર્શન અને પવિત્રા ગળે લગાવતા જાવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ બંને ફોટાના આધારે બંને વચ્ચેના સંબંધોની તપાસ કરી છે.
તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આવી સ્થીતિમાં, જા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફૂલોની માળા પહેરીને કપલની જેમ બેઠેલા આ બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તાજેતરના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ડ્ઢઝ્રઁએ પોતે દર્શન અને પવિત્રાના સંબંધ વિશે પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન ડીસીપીએ દર્શનને પૂછ્યું કે તેના અને પવિત્રા વચ્ચે શું સંબંધ છે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું, ‘મેં પવિત્રા સાથે લગ્ન નથી કર્યા. અમે લગ્ન કર્યા નથી. પરંતુ હું લિવ-ઈન રિલેશનશિપમાં હતો.
કહેવાય છે કે ચાર્જશીટમાં દર્શન અને પવિત્રા ગૌડા વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુરુવારે, બેંગલુરુ પોલીસે કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપ અને તેના મિત્ર પવિત્ર ગૌડાને સંડોવતા રેણુકાસ્વામી હત્યા કેસમાં ૩,૯૯૧ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર, ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા દર્શનના પ્રશંસક રેણુકાસ્વામીએ પવિત્રા ગૌડાની પોસ્ટ પર ઘણા અપમાનજનક સંદેશા મોકલ્યા હતા, કારણ કે તેમને લાગ્યું કે પવિત્રા અભિનેતાનું લગ્ન જીવન બગાડી રહી છે.
બેંગલુરુ પોલીસે ૨૪મી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ક્રાઈમ સીનની અનેક તસવીરો, કપડા પર લોહીના ડાઘના ફોરેન્સીક રિપોર્ટ્સ, પવિત્રાના જૂતા અને કેટલાક અન્ય પુરાવા સામેલ કર્યા છે. આ ઉપરાંત ચાર્જશીટમાં એવો પણ ખુલાસો થયો છે કે હત્યા કરતા પહેલા રેણુકાસ્વામીને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. રેણુકાના શરીર પર ૩૯ જગ્યાએ ઈજાના નિશાન હતા. તેના પ્રાઈવેટ પાર્ટને ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો હતો અને છાતીના હાડકા તૂટી ગયા હતા.