દિવાળી પછી હવે લગ્નસરાની મોસમ ખુલી છે ત્યારે સાવરકુંડલાથી સુરત જવા માટે રેલવેમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. આગામી ર૮-નવેમ્બર સુધીની સિટીંગ અને સ્લીપિંગ કોચની સીટોનું બુકીંગ થઇ ચૂક્યું છે.
આ પરિસ્થિતિમાં ટિકિટ ન મળી શકવાના કારણે મુસાફરો ખાનગી લક્ઝરીમાં મોટી રકમ ચૂકવીને મુસાફરી કરવા મજબુર બન્યા છે. રેલવેના બુકીંગ થઇ જતા હવે એસ.ટી. બસો અને ખાનગી બસોમાં પણ ભરચક્ક ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેથી લગ્નસરાની મોસમને પગલે રેલવેમાં મુસાફરી કરવી મુશ્કેલ બની છે.