સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ પોતાની આગામી ફિલ્મ જવાનનું હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો છે. શાહરૂખ ખાન એક્ટિંગ ઉપરાંત પોતાના ચાર્મ અને સેન્સ ઓફ હ્યુમર માટે પણ જોણીતો છે. બાળકો, યુવાનો, વડીલો કે ફીમેલ ફેન્સ કેમ ના હોય? શાહરૂખ દરેક વ્યક્તિને ખુશ કરવાનું સારી રીતે જોણે છે. શુક્રવારે લેખક રોહન મુખર્જીએ ટિવટર પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રોહન મુખર્જીના પિતા અને શાહરૂખ ખાનને જોઈ શકાય છે. ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત એક લગ્નમાં થઈ હતી. આ ફોટો શેર કરવાની સાથે રોહન મુખર્જીએ એક કિસ્સો પણ જણાવ્યો છે. શાહરૂખ સાથે પિતાનો ફોટો શેર કરવાની સાથે રોહન મુખર્જીએ ખુલાસો કર્યો છે કે, તેના પિતા કિંગ ખાન સાથેની મુલાકાતની વાત હાલમાં જ તેને જણાવી છે. રોહન મુખર્જીએ ટિવટ કરતાં લખ્યું, “મારા પપ્પાએ મને હાલમાં જ જણાવ્યું કે, તેમની મુલાકાત એ લગ્ન વખતે શાહરૂખ ખાન સાથે થઈ હતી. તેમણે શાહરૂખ ખાનને કહ્યું હતું કે, મારો દીકરો અને તમે બંને એક સ્કૂલમાં હતા (સાચું છે). ત્યારે જીઇદ્ભએ કહ્યું કે, ખૂબ સારી વાત કહેવાય. ચાલો, આપણે સેલ્ફી લઈએ. ત્યારે મારા પપ્પાએ કીધું હતું કે મને નથી આવડતી. એ વખતે શાહરૂખ ખાને કહ્યું, કંઈ વાંધો નહીં હું લઈ લઉં છું. મને આજે આ વાતની જોણ થઈ. એ પણ ત્રણ વર્ષ પછી. બીજો એક ટિવટમાં રોહન મુખર્જીએ આગળ લખ્યું, “એક ફ્રેન્ડે મને કહ્યું, ‘આ તારી સૌથી મોટી ઉપલબ્ધ છે. તું ઉચ્ચતમ બિંદુએ પહોંચી ગયો છે.’ હું તેની વાત માન્ય રાખું છું.” આ ટિવટ પર અનેક ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એવામાં એક સોશિયલ મીડિયા યૂઝરે સવાલ કર્યો હતો કે, તમારા પિતાએ કેમ ત્રણ વર્ષ સુધી આ વાત છુપાવી રાખી? શું તેઓ શાહરૂખ ખાન સાથેની મુલાકાત અને સેલ્ફી વિશે ભૂલી ગયા હતા? ત્યારે જવાબમાં રોહને જણાવ્યું કે, ‘મારા પિતા બડાઈ નહોતા હાંકવા માગતા એટલે. શાહરૂખ ખાનના ફેન્સ પણ આ પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ એક્ટરની સાદગી પર વારી ગયા છે. એક ફેને લખ્યું, “શાહરૂખ ખાન આ દુનિયાને જીવવાલાયક બનાવે છે.” અન્ય એક ફેને લખ્યું, “શાહરૂખ ખાન સર ખૂબ વિનમ્ર છે. ઘણીવાર તેમને ટીવી પર સામાન્ય લોકો, ફેન્સ, દિવ્યાંગો, વૃદ્ધો સાથે પ્રેમથી અને વિનમ્રતાથી વર્તતા જોયા છે. સલામ છે શાહરૂખ ખાન સરને. દરમિયાન, શાહરૂખ ખાન ૨૦૨૩માં ફિલ્મી પડદે ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે. તેની ત્રણ ફિલ્મો ૨૦૨૩માં રિલીઝ થવાની છે. ‘પઠાણ’, ‘ડંકી’ અને ‘જવાન’માં શાહરૂખ ખાન દેખાયો હતો. કિંગ ખાન છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ કમાલ નહોતી કરી શકી.