સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ છોકરીઓના લગ્નની ઉંમર ૧૮ થી વધારીને ૨૧ કરવાના પ્રસ્તાવને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે જે લોકોના પોતાના બાળકો નથી તેઓ આ કાયદો લાવી રહ્યા છે. તેમણે કોઈનું નામ નથી લીધું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરી રહ્યા હતા.
અબુ આઝમીએ આ પ્રસ્તાવ વિશે તેમણે કહ્યું કે જે લોકોના છોકરા-છોકરીઓ નથી તે કાયદો બનાવી રહ્યા છે . તેમણે કહ્યું કે કાયદો બનાવતી વખતે જેમના બાળકો હોય તેમનો અભિપ્રાય લેવામાં આવે અને ખાસ કરીને ગામડા અને આદિવાસીઓ લોકોને પુછવું જોઇએ.
આ સિવાય સપા નેતા અબુ આઝમીએ પણ કહ્યું કે માતા-પિતા તેમના બાળક વિશે સારી રીતે જાણે છે. તેથી તે તેમના પર છોડવું જાઈએ. સાથે જ તેમણે કહ્યું કે આદિવાસીઓ હોય કે SC અને ST લોકોના બાળપણમાં લગ્ન કરવાનો રિવાજ હોય છે. તેમની સામે કેસ દાખલ કરો અને બને તેટલા લોકોને જેલમાં ધકેલી દો.
કેબિનેટે છોકરીની લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવાની દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬માં સુધારો કરવા માટે કાયદો લાવશે. આ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ અને પર્સનલ લો જેવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સની ભલામણ બાદ કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. આ સમિતિની રચના વર્ષ ૨૦૨૦માં કરવામાં આવી હતી.