લગ્ન બાદ દંપતી જલદીથી તેમના ઘરે કિલકારી ગુંજે તેમ ઈચ્છતા હોય છે પરંતુ અમુક કિસ્સામાં આમ નથી થતું. બાબરના નવાણીયા ગામે રહેતા એક યુવકના લગ્નના ૧૪ વર્ષનો સમયગાળો વીતવા છતાં સંતાન સુખ ન મળતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પીતાં મોત થયું હતું.
બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ગૌતમભાઈ હરીભાઈ વ્યાસ (ઉ.વ.૪૮)ના લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા હતા.
તેમ છતાં સંતાન ન થતા આ વાતનું મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી જતાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી,પી.ડેર વધુ તપાસ કરી
રહ્યા છે.