વિધિના વિધાન તો જુઓ. જે ઘરમાં લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં હવે મરસિયા ગાવાનો સમય આવ્યો. જ્યાં લીલા તોરણ બાંધીના જાનના આવવાની રાહ જોવાઈ રહી હતી, ત્યાં હવે માતમ છવાયો છે. સુરતની એક દીકરીનું તેના લગ્નના બે દિવસ પહેલા જ મોત નિપજ્યું છે. રોગચાળાને કારણે યુવતીનું મોત થતા એકસાથે બે પરિવારોમાં માતમ છવાયો છે.
સુરતમાં લગ્નના બે દિવસ પહેલા જ કન્યાનું મોત નિપજ્યું છે. કાજલ રાઠોડ નામની યુવતીનું ઝાડા ઉલટી બાદ મોત થતા પરિવાર શોકમગ્ન બન્યો છે. કાજલ રાઠોડના પરિવારમાં લગ્નના ગીતનો આનંદ માતમમાં ફેરવાયો છે. શનિવારે આહીર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કાજલ લગ્નગ્રંથિથી જોડાવાની હતી. પરંતુ અચાનક તેની તબિયત લથડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમાચારથી કન્યા અને વર પક્ષે માતમ છવાયો છે.