સાવરકુંડલા શહેરના યુવક જયદીપભાઇ ચુડાસમાએ તેમના માતા-પિતાની સલાહ અને સંસ્કાર પર ચાલી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના સહમંત્રી ભરતભાઇ જાષીના માર્ગદર્શન હેઠળ, લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ
રૂ. ૧૩,પપ૧ શહેરમાં વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર (નિઃશુલ્ક) ખાતે અર્પણ કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં તમામ દર્દીઓને નાત-જાત જાયા વિના ઉત્તમ
સેવા આપવામાં આવે છે. ત્યારે જયદીપભાઇ ચુડાસમાએ આવે લ રકમ આ સેવાકીય સંસ્થાને અર્પણ કરી એ આવકાર્ય છે.