(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
અનુરાગ કશ્યપ લાઇફમાં હવે ક્યારેય લગ્ન કરવા નથી માગતો. તે પોતાને ખૂબ ખરાબ પિતા માને છે. અનુરાગે હાલમાં તેની દીકરી આલિયા સાથે એક પાડકાસ્ટ કર્યું હતું. અનુરાગે પહેલાં આરતી બજાજ સાથે લગ્ન કર્યાં હતાં અને ડિવાર્સ બાદ કલ્કીકોચલિન સાથે લગ્ન કર્યાં હતાં. બે-બે વાર ડિવાર્સ વિશે દીકરીએ પૂછતાં અનુરાગ કહે છે, ‘મને એક વસ્તુનો અહેસાસ થયો છે કે હું રિલેશનશિપ માટે નથી બન્યો.
ફિલ્મને લઈને મારું જે આૅબ્સેશન છે, મારું કામ અને હું જે પ્રકારની ફિલ્મો બનાવું છું એને કારણે હું રિલેશનશિપમાં નથી રહી શકતો. હું ફરી લગ્ન કરવા પણ નથી માગતો.’
આલિયા તેની પહેલી પત્ની આરતી બજાજ સાથેની દીકરી છે. આલિયાની ઇચ્છા હતી કે તેને એક ભાઈ અથવા બહેન હોય. એ વિશે અનુરાગ દીકરીને કહે છે, ‘બીજા બાળકને જન્મ આપવા માટે હવે તારો પિતા ખૂબ ઘરડો થઈ ગયો છે. જાકે એક પેરન્ટ તરીકે હું ખૂબ ખરાબ પિતા છું એની પણ મને ખબર છે.’