છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક સ્થળોએ ૪૩થી ૪૪ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે સાથોસાથ ચાલુ માસમાં વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે. અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત જી્‌ નિગમને માત્ર ૧૧ દિવસમાં ૯૦.૨૦ કરોડની આવક થઈ છે. ૧૧ દિવસમાં ૧.૯૦ કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી નિગમના કુલ ૧૬ ડિવિઝનોના જુદા-જુદા ડેપો આવેલા છે. આ તમામ ડેપો ઉપરથી છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના રૂટોની બસો ચિક્કાર દોડી રહી છે. જેના કારણે એસટી નિગમને દૈનિક કરોડો રૂપિયાની આવક થઇ રહી છે. ખાસ કરીને છેલ્લા ૧૧ દિવસ દરમિયાન લગ્નગાળો અને વેકેશનની સીઝનના કારણે ૯મેથી ૧૯ મે સુધીમાં એસટી નિગમને રૂ. ૯૦.૨૦ કરોડની તોતિંગ આવક થઈ છે.
લગ્નગાળો અને વેકેશનના કારણે ટ્રાફિકમાં વધારો થતાં એસટી નિગમને દૈનિક રૂ.૭ કરોડ આસપાસ આવક થઇ રહી છે. છેલ્લા ૧૧ દિવસ દરમિયાન જી્‌ તંત્રની બસોમાં ૧.૯૨ કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને દૈનિક રાજ્યની બસોમાં ૧૮ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જી્‌ નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર ખાસ કરીને છેલ્લા ૧૧ દિવસ દરમિયાન એસટી નિગમની આવકમાં દૈનિક એક કરોડ જેટલો ખાસ્સો વધારો થયો છે. તેમજ રોજના ટ્રાફિકમાં પણ ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે.
છેલ્લા ૧૧ દિવસની સરખામણી જોઇએ તો ૧૬ મેના રોજ રાજ્યની એસટી બસોમાં ૧૮.૨૬ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે છેલ્લા ૧૧ દિવસમાં સૌથી વધુ છે. ૧૬મેના રોજ જી્‌ નિગમને રૂ.૮.૯૪ કરોડથી વધુની આવક પણ થઇ હતી. આ જ રીતે ૧૭મેના રોજ ૧૭.૮૭ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને એસટી નિગમને રૂ. ૮.૩૨ કરોડથી વધુની આવક થઈ હતી. એસટી નિગમના અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૧૧ દિવસ દરમિયાન જી્‌ નિગમે ૩.૩૬ લાખથી વધુ ટ્રીપોનું સંચાલન પણ કર્યું હતું. નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ચાલુ આખો મહિનો જી્‌ બસોમાં ચિક્કાર ટ્રાફિક રહેશે અને વેકેશન તથા લગ્નગાળાની અસર વર્તાશે.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ઉનાળો હોવા છતાં એસટી બસોમાં સતત મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ખાનગી બસોમાં જોઇએ એવો ટ્રાફિક નજરે પડતો નથી. આ અંગે એસટી વિભાગના વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ખાસ કરીને ખાનગી બસ સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટૂંકા અને લાંબા અંતરની બસોમાં ૨થી ૩ ગણો ભાડાવધારો કરી દીધો છે. જેના કારણે લોકો ખાનગી બસોમાં બને ત્યાં સુધી બેસવાનું ટાળી રહ્યા છે.એસટી નિગમ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વારંવાર તોતિંગ વધારો કરાયો છતાં હજુ સુધી ભાડામાં વધારો કર્યો નથી. જેના કારણે લોકો સતત એસટી બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે