ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીનું નામ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. હર્ષ સંધવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે  હર્ષ સંઘવી છેલ્લી ૩ ટર્મ એટલે કે લગભગ ૧૫ વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. ૨૦૨૧થી તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આ દરમિયાન તેઓએ જે કાર્યશૈલી અપનાવી છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતના શાસન માટે તેઓ એક સશક્ત અને યોગ્ય વિકલ્પ છે.હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમને પ્રમોટ કરીને ભાજપ યુવા નેતૃત્વને આગળ લાવવા અને યુવાનોમાં સારો સંદેશ  પહોંચાડવા માંગે છે. તેઓ સુરતની મજૂરા બેઠકથી સતત ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનો પ્રભાવ સારો છે, જે વિસ્તાર ભાજપ માટે મહ¥વપૂર્ણ છે.ગૃહરાજ્યમંત્રી તરીકે સંઘવીએ ગુનાખોરીને નિયંત્રણમાં લેવાથી લઈને ગુનેગારોનું સરઘસ કાઢીને તેમની અવૈધ મિલકતો પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવાનો એક નવો અધ્યાય શરૂ કરી દીધો છે. તેમની આગેવાનીમાં જ ગુજરાતમાં દ્વારકા-બેટદ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને ચંડોળા જેવા મોટામોટા ઐતિહાસિક ડિમોલિશન અભિયાનો હાથ ધરાયા છે, જે કાયદાનું શાસન સ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આમ, તેઓએ હવે પૂરતો વહીવટી અનુભવ મેળવ્યો છે અને પોતે હજુ યુવા છે, જે નિર્ણય લેવાની ઝડપી ક્ષમતા દર્શાવે છે.માત્ર ૨૭ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા બાદ તેમણે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત અન્ય પક્ષીય હોદ્દાઓ પર પણ કામ કર્યું છે, જે તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને અનુભવ દર્શાવે છે. અગાઉ તેઓ ગૃહ રાજ્યમંત્રી તરીકે કાર્યરત હતા અને તેમની કામગીરી ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાના મામલે (જેમ કે ‘બુલડોઝર એક્શન’) અને ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં, કેન્દ્રીય નેતૃત્વ દ્વારા વખાણવામાં આવી હતી. તેમના કડક વલણને કારણે તેમને ‘ગુજરાતના બીજા અમિત શાહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુજરાતની ઓળખ ‘ગુજરાત મોડલ’ સાથે જાડાયેલી છે. આ મોડલને ટકાવી રાખવા માટે સંઘવી જેવા ગતિશીલ નેતા અનિવાર્ય છે. ગિફટ સિટી’ અને ‘ધોલેરા સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ્‌સ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સને સમયસર પૂર્ણ કરવા અને વૈશ્વીક સ્તરે ગુજરાતને સ્થાપિત કરવા માટે યુવા ઉર્જા અને સખત વહીવટી પકડ જરૂરી છે. એટલું જ નહીં, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલામ્પિક માટે ગુજરાતને તૈયાર કરવું એ એક વિશાળ લક્ષ્ય છે, જેના માટે વિઝનરી અને સક્ષમ નેતૃત્વની જરૂર છે.સંઘવીએ યુવા મોરચામાં રાષ્ટ્રીય સ્તરે કામ કર્યું હોવાથી, તેમનો યુવા સંગઠન પર સારો પ્રભાવ છે. તેમને પ્રમોટ કરવાથી સંગઠન અને સરકાર વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપી શકાય છે અને પક્ષના યુવા કાર્યકરોને પ્રોત્સાહન મળે છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારમાં નવી ઊર્જા, વિચારો અને નેતૃત્વને સામેલ કરીને સંગઠન અને શાસનને મજબૂત કરવા માંગે છે. આ પ્રમોશનને તે વ્યૂહરચનાના ભાગરૂપે જાવામાં આવે છે.