વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કાલે ૩ નવા કૃષિ કાયદાને રદ્દ કરવાનું એલાન ક્યું છે. જેને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી છે. પ્રિયંકાએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. સાથે તેમણે સરકાર પાસે માંગ કરી છે કે હવે યુપીના લખીમપુર ખીરીમાં ગાડીની નીચે કચડાઈને મરનારા ખેડૂતોના પરિવારને ન્યાય મળે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડવાનો આરોપ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર લાગ્યો છે. પરંતુ ભાજપ સરકાર આરોપીને બચાવવામાં લાગેલી છે. જો તમે (પીએમ મોદી) આરોપીની સાથે મંચ શેર કરો છો તો સીધો સંદેશ જોય છે કે તમે ખેડૂતોને કચડનારાને બચાવી રહ્યા છો. તેમણે કહ્યું કે આ ૭૦૦થી વધારે શહીદ ખેડૂતોનું અપમાન હશે.
પ્રિયંકાએ વધુંમાં કહ્યું કે જો ખેડૂતોના પ્રત્યે તમારી દાનત સારી છે. તો આજે લખનૌમાં પોલીસ મહાનિર્દેશક સંમેલનમાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની સાથે વિરાજમાન ન થતા. તેમણે કહ્યં કે અમે માંગ કરીએ છીએ કે પીડિત પરિવારોને ન્યાય આપવા માટે તમે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરો. પ્રિયંકાએ માંગ કરી કે સરકાર તમામ ખેડૂતોની વિરુદ્ધ ચાલી રહેલા કેસને પાછા લે અને પીડિત પરિવારોને આર્થિક મદદ કરે.
ઉલ્લેખનીય છે કે પીએમે શુક્રવારે જોહેરાત કરી છે કે સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ગત વર્ષથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને પાછા ફરવાની અપીલ કરી છે.