ઉત્તરપ્રદેશના લખનૌ આયોધ્યા બારાબંકી હાઇવે -પર ગમ્ખવાર અકસ્માત સર્જાર્યુ છે જેમાં કાર ટ્રક સાથે અથડાતા કારનું કચ્ચરધાણ વળી ગયુ હતુ જેને લઇ કારમાં સવાર ૪ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા .
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે લગભગ ૬ઃ૦૦ વાગ્યે અરસામાં સફદરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પલહારી ગામ પાસે લખનૌ-અયોધ્યા હાઇવે પર આ ગમ્ખ્વાર અકસ્માત થયો હતો.
અયોધ્યા તરફથી આવી રહેલી જીંફનો ડ્રાઈવરને ઉંઘનો ઝોકો આવી જતા ત્યારે જીંફ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ફંગોળાઇ હતી આ દરમિયાન લખનૌ તરફથી ઝડપભેર આવી રહેલા કન્ટેનરે એસયુવીને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં જીંફનું કરચ્ચધાણ વળી ગયુ હતુ અકસ્માત બાદ કન્ટેનર ચાલક જ્યાંથી નાસી ગયો હતો. એસયુવી કારમાં ૪ લોકો સવાર હતા, તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો કલાકોની મહેનત બાદ એસયુવીને કાપીને તેમાં ફસાયેલી મૃતદેહને બહાર કાઢ્યા બાદ ઘટનાની જાણ પરિજનોને કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા આ અંગે સ્થાનિક પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનું ગુનો નોંધી ટ્‌કચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.