લીલીયા પીપળવા રોડ પર રેલવે ફાટક પાસે આવેલા એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ નજીક લકઝરી બસના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટે લીધો હતો.
પાછળના ટાયરના જોટામાં આવી જતાં યુવકનું મોત થયું હતું.
મૃતક યુવક પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ભેંસવડી ગામે રહેતા પરેશભાઈ વિનુભાઈ આસોદરાએ સાવરકુંડલામાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં અંકીતભાઈ હર્ષદભાઈ ભરાડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઈ રાકેશભાઇ વિનુભાઇ આસોદરા ઉ.વ.૩૨ રહે.ભેંસવડી વાળા પોતાના હવાલાવાળુ હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી. નં.ય્ત્ન-૨૭-છમ્-૦૬૯૮ લઇ લીલીયાથી પીપળવા રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતા હતા તે વખતે લીલીયા રેલવે ફાટક નજીક એસ.ટી. પીકઅપ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર પીપળવા ગામ તરફથી ખાનગી લકઝરી બસ નં.ય્ત્ન-૧૪-ઠ-૫૪૪૪ ના ચાલકે આવી તેમના ભાઇની મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેથી તેમના ભાઇના શરીર ઉપર બસના ડાબી બાજુનો પાછળના ટાયરનો જોટો ફરી જતા ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજ્યું હતું.