શ્રદ્ધા અને ધર્મની આડમાં કાળી કરતુત કરતા લંપટ ભૂવાની વધુ એક ચોંકવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં પોતાની સંતાન પ્રાપ્તી માટે, સસરાની પિતૃવિધિ કરાવવા ગયેલી મહિલાને કાળા જાદુથી વશમાં કરી આ લંપટ ભૂવાએ ખાનગી લક્ઝરી બસમાં તેમ જ પોતાના ઘરે બોલાવી અનેકવાર હવસનો શિકાર બનાવી છે. જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલો પ્રકાશમાં આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ બોટાદની વતની અને હાલ સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષિય મહિલાએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ બે વર્ષનો સમય વિતવા છતાં તેને સંતાન સુખ પ્રાપ્ત ન થતા કે પોતાના પતિ સાથે સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ પાસે પહોંચી હતી. જ્યાં લંપટ ભૂવા ગંગારામે ઘૂણવાનું ધતિંગ કરીને પરિવારમાં પિતૃદોષ હોવાનું વાત કહી વિધિ કર્યા બાદ બધુ સારુ થઈ જશે તેવું કહ્યું હતું. આવી રીતે સંતાન પ્રાપ્તીની લાચચમાં દંપતિને પિતૃદોષની વાતને હકિકત માની બોટાદના ભૂવા ગંગારામના વિશ્વાસમાં આવી ગયું હતું. જે બાદ આજથી દોઢેક મહિના પહેલા વિધી કરવાના બહાને ભૂવો ગંગારામ સુરતની પીડિત યુવતીના ઘરે આવ્યો હતો અને કથિત રીતે કાળું જાદુ અને વશિકરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જાકે પરિવારમાં બધુ સારુ થઈ જશે, તેવી લાલચે પરણિત મહિલાએ આ વાત કોઈને કઈ નહોતી.
આ ઘટના બાદ હાલમાં ચાલુ ઓગસ્ટ મહિનાની શરુઆતમાં આ લંપટ ભૂવાએ પોતાની હવન સંતોષવા પિતૃદોષની વિધિના નામે આ પરણિત યુવતીને એકલી પોતાના ઘરે ચિરોડ બોલાવી હતી, જ્યાં પણ તેણે કથિત કાળા જાદુથી વશમાં લઈ બળાત્કાર ગુજાર્યો હતું. આટલું જ નહીં આ ભૂવાએ કથિત રીતે યુવતીને વશમાં કરી પોતાના ઘરે બે દિવસ સુધી રોકી રાખી હતી. જાકે આટલો સમય વિતવા છતાં પણ યુવતી ઘરે ન પહોંચતા તેનો પતિ અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ભૂવાને સુરત બોલાવવા વિધિ કરવાના નામે એક છટકું ગોઠવ્યું હતું. જેથી આ હવસખોર ભૂવો, પીડિત યુવતીને લઈ એક ખાનગી લક્ઝરી બસ મારફતે ભાવનગર બોટાદથી સુરત આવવા નિકળ્યો હતો. આ મુસાફરી દરમિયાન ચાલુ બસે આ ભૂવાએ પોતાના વશમાં રહેલી આ યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. જે સમગ્ર ઘટાના અંગે પીડિયા યુવતીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે, આ કેસમાં હવસખોર ભૂવો ગંગારામ પોતાના હનુમાનજીનો ભગત માને છે એ ૨ બાળકોનો બાપ છે, જ્યારે ભોગબનનાર પીડિત પણ બોટાદની વતની હોવાથી તેને ઓળખતી હતી. દરમિયાન લગ્નના બે વર્ષ બાદ પણ તેને સંતાન પ્રાપ્ત ન થવાથી તે ભૂવા પાસે પહોંચી હતી, ત્યારે ધર્મ, આસ્થા, શ્રદ્ધા અને પિતૃદોષની આડમાં હવસખોર ભૂવાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
હાલ યુવતીને ફરિયાદના આધારે અડાજણ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી લંપત ભૂવાની ધરપકડ કરી છે, સાથે જ મહિલાનું નિવેદન નોંધી,તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ પણ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત, બસના ડ્રાઈવર અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ઘટનાની સંપૂર્ણ વિગતો સામે આવી શકે.









































