સમગ્ર વિશ્વમાં જીવલેણ નવા વેરીએન્ટ ઓમિક્રોનીએ તો ચિંતા વધારી છે ત્યારે આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર લંડન અને એમ્સ્ટડર્મથી આવેલા પેસન્જરોમાંથી ચાર યાત્રીઓ સંક્રમિત જાવા મળતા હડકંપ મચ્યો હતો. આરટીપીસીઆર ટેસ્ટમાં આ યાત્રીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં તેમના સેંપલ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ ત્રણ દિવસમાં આવશે. આ તમામ યાત્રિઓને એલએનજેપી હોÂસ્પટલમાં આઈસોલેશન વિભાગમાં રાખવામાં આવ્યા છે.
લંડન અને એમ્સ્ટર્ડમથી આવેલી ફ્લાઈટથી દિલ્હી પહોંચેલા ચાર પેસન્જરો કોરોનાથી સંક્રમિત થતા તંત્ર પણ દોડતું થયું છે ઓમીક્રોનીના ખતરા વચ્ચે આ યાત્રીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા હડંકપ તો મચ્યો છે, ત્યારે બીજી તરફ તે ચિંતા પણ વધારી છે કે અન્ય કોઈ આ યાત્રિઓના સંપર્કમાં આવ્યા પછી પોઝિટીવ થયા છે કે નહી. ઉલ્લેખનીય છે કે ઓમીક્રોની આશંકાને જાતા તમામ યાત્રિઓના સેંપલને જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે.
જેનિસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટ્રિકની ફાઉન્ડર ડો ગૌરી અગ્રવાલે જણાવ્યું કે અમે લંડન અને એમ્સ્ટર્ડમથી આવેલા યાત્રિઓની જીનોમ સિક્વેસિંગની રિપોર્ટની રાહ જાવાઈ રહી છે, બે દિવસમાં એરપોર્ટ પર પ સંક્રમિતો મળી આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર દરરોજ અંદાજીત ૨૦૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે.