સેન્ટ્રલ લંડનથી માત્ર ૨૭ કિ.મી. દૂર આવેલા બકિંગહામશાયરના પરા વિસ્તાર ડેન્હામ ખાતે આખા યુરોપનું સર્વપ્રથમ હિન્દુ સ્મશાન નિર્માણ પામશે કે જે સંપૂર્ણ રીતે હિન્દુ સંસ્થા સંચાલિત હશે. લાંબા સમયથી હિન્દુ સ્મશાન સ્થાપવા મંજૂરી મેળવવા માટે અનુપમ મિશન દ્વારા લડત ચાલતી હતી આખરે ત્રણ દિવસ પહેલા તા.૧૬ ડિસેમ્બરે બકિંગહામશાયર કાઉÂન્સલે સ્મશાન માટે મંજૂરી આપતા હવે નિર્માણ કાર્ય હાથ ધરાશે.
આ અંગે વાત કરતા અનુપમ મિશનના સાધુ ચંદુભાઇ પટેલ (પીટરભાઇ)એ કહ્યું હતું કે ‘લંડન અને આખા યુ.કે.માં હિન્દુઓ માટે પોતાનું એક પણ સ્મશાન નથી એટલે અનુપમ મિશન દ્વારા પાંચ વર્ષ પહેલા ડેન્હમમાં હિન્દુ સ્મશાન સ્થાપવાની મંજૂરી માગવામાં આવી હતી જા કે પ્રારંભમાં સત્તાધિશોએ મંજૂરી આપી નહતી એટલે મિશન દ્વારા દલીલો કરાઇ હતી કે જા અન્ય ધર્મના લોકોને તેમની પોતાની ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમક્રિયા કરવા માટે અલાયદા અંતિમક્રીયા ધામ ફાળવવામા આવ્યા છે તો હિન્દુઓ સાથે કેમ અન્યાય થઇ રહ્યો છે. હિન્દુ વૈદિક ધર્મ પ્રમાણે અગ્નિસંસ્કાર ૧૬ સંસ્કાર પૈકીની એક મહત્વની ક્રિયા છે એટલે હિન્દુઓને પણ પોતાનો આ હક્ક અધિકાર મળવો જાઇએ.
અંતે અમારી વાત ગ્રાહ્ય રાખીને સ્થાનિક સત્તાધિશીઓએ મંજૂરી આપી દીધી છે. ડેન્હમમાં ૧૭ એકર વિશાળ જમીન ઉપર અનુપમ મિશનનું મંદિર અને કોમ્યુનિટિ સેન્ટર આવેલા છે. આ સ્થળે જ હવે ૨૪,૦૦૦ ફૂટ જમીન ઉપર અંતિમવિધિ ધામ તૈયાર કરવામાં આવશે જેમાં ૪ ગેસ ચિતા ઉપરાંત ૫૦૦ લોકો બેસી શકે તેવો પ્રાર્થનાસભા ખંડ અને સ્નાનાગૃહનો સમાવેશ થાય છે. અંદાજે ૧૦ મિલિયન પાઉન્ડ એટલે કે રૃ.૧૦૦ કરોડના ખર્ચે ચાર વર્ષમાં અત્યાધુનિક સ્મશાન તૈયાર થશે.
‘લંડન-યુ.કે.માં આશરે દોઢ લાખથી વધુ હિન્દુઓ રહે છે. પરંતુ હિન્દુઓ માટે પોતાનુ અલાયદુ એક પણ સ્મશાનગૃહ નથી. હાલમાં યુ.કે.માં આવેલા ૨૪૦ અંતિમવિધિ કેન્દ્રો ઉપર હિન્દુઓ અંતિમવિધિ કરી રહ્યા છે જ્યા સમસ્યા એ છે કે આ તમામ કેન્દ્રો સ્થાનિક તંત્ર દ્વારા અથવા તો અંગ્રેજા દ્વારા ચલાવામાં આવી રહ્યા છે જ્યા અંતિમવિધિ માટેની હિન્દુ પરંપરાઓની યોગ્ય જાળવણી થતી નથી.
વળી સપ્તાહમાં શનિ-રવિ એમ બે દિવસ આ કેન્દ્રો બંધ રહે છે દરમિયાન હવે અંગ્રેજા પણ અગ્નિસંસ્કાર તરફ વળ્યા છે. હવે ૭૦ ટકા અંગ્રેજા તેમના સ્વજનના મૃત્યુ પછી અગ્નિસંસ્કાર વિધિ કરી રહ્યા છે કેમ કે દફન વિધિ માટે હવે જગ્યા ઘટી રહી છે. અગ્નિસંસ્કાર કરતા દફન વિધિ મોંઘી પડે છે અને પછી કબરનો દાયકાઓ સુધી રખરખાવ કરવો પણ ખર્ચાળ છે એટલે સમસ્યા એ આવે છે કે હાલમાં અગ્નિસંસ્કારની સુવિધા ધરાવતા ૨૪૦ અંતિમવિધિ કેન્દ્રોમાં એક અઠવાડિયાથી બે અઠવાડિયા સુધીનુ વેઇટિંગ લિસ્ટ હોય છે ત્યા સુધી મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં સાચવી રાખવો પડે ર્છે એમ સાધુ ચંદુભાઇ પટેલ (પીટરભાઇ)એ કહ્યું હતું.