સંયુક્ત રાષ્ટ્રની પ્રેસ બ્રીફિંગમાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ આતંકવાદી હાફિઝ અબ્દુલ રૌફનો બચાવ કર્યો, જે ભારતના આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર હવાઈ હુમલા પછી અંતિમ સંસ્કારનું નેતૃત્વ કરતો જાવા મળ્યો હતો. રૌફના પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપતા જૂથો સાથે સંબંધો છે. ભુટ્ટોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૌફ આતંકવાદી નથી, રૌફનું નામ ફક્ત પ્રતિબંધિત આતંકવાદી જેવું જ છે.
ભુટ્ટોએ કહ્યું, “ભારતનું આ પ્રતિનિધિમંડળ આ ચિત્રને બધા સમક્ષ હિંસક રીતે રજૂ કરે છે. તેઓ કહે છે, ‘જુઓ, આ માણસ આતંકવાદી છે.’ સત્ય એ છે કે આ માણસ આતંકવાદી નથી. તેનું નામ પ્રતિબંધિત લોકોમાંથી એકના નામ જેવું જ છે, પરંતુ તે આતંકવાદી નથી.” તેમણે રૌફના અંતિમ સંસ્કારમાં ભારતના હાજર હોવાના પુરાવાને પણ ફગાવી દેવાનો પ્રયાસ કર્યો.
ભુટ્ટોના દાવાઓ પર,આઇએસપીઆરએ હાફિઝ અબ્દુલ રૌફ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ દર્શાવતો પુરાવો શેર કર્યો, જેમાં જન્મ તારીખ અને ઓળખ નંબર યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફોરેન એસેટ્‌સ કંટ્રોલ ઓફિસ દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદીઓની યાદી સાથે બરાબર મેળ ખાતો હતો.સીએનઆઇસીએ રૌફના પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ સાથેના સંબંધોની પણ પુષ્ટિ કરી છે, જે પ્રોવિઝનલ મુસ્લિમ લીગના ઉત્તરાધિકારી છે, જેને અમેરિકા દ્વારા એપ્રિલ ૨૦૧૮ થી આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા માટે એક મોરચો તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, “હાફિઝ અબ્દુલ રૌફે લશ્કર-એ-તૈયબાના ભંડોળ એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રૌફ લશ્કર-એ-તૈયબાના ચેરિટી મોરચાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે.
ભારતે પાકિસ્તાનના દાવાઓને સખત રીતે નકારી કાઢ્યા છે, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ફોટોગ્રાફિક પુરાવા પ્રકાશિત કર્યા છે જેમાં હાફિઝ અબ્દુલ રૌફને જનાજાની નમાઝનું નેતૃત્વ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેમાં ગણવેશધારી પાકિસ્તાની લશ્કરી અને પોલીસ અધિકારીઓ હાજર હતા, જે પાકિસ્તાન દ્વારા તેમને નાગરિક મૌલવી તરીકે દર્શાવવાના પ્રયાસોને નકારી કાઢે છે. “આ મૌલવીઓ કે નાગરિકો નથી – તેઓ આતંકવાદી તરીકે નિયુક્ત છે અને તેના પુરાવા છે,
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત પર આરોપ લગાવ્યો છે કે, “ભારત વારંવાર તપાસ અને વાતચીતથી ભાગી રહ્યું છે.” મને લાગે છે કે અત્યારે વાત ન કરવા માટે આ સૌથી નબળું બહાનું છે. ભારત અને પાકિસ્તાને શાંતિ માટે વાત કરવી જોઈએ, પરંતુ દર વખતે ભારત એક યા બીજા બહાના બનાવે છે – ક્યારેક તે સેના અને સરકારનું બહાનું આપે છે, ક્યારેક આંતરરાષ્ટ્રીય રાજકારણનું અને ક્યારેક તે કહે છે કે બધા મુસ્લિમો આતંકવાદી છે અને તેથી અમે પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં. હવે આ બધું બહુ થઈ ગયું છે.”